કોકમ ગામ રોડ ઉપર બોલેરો પીકપ ઢોર ને બચાવવા જતા ઝાડ સાથે અથડાતા અકસ્માત

Spread the love
  • જીપમાં બેઠેલા મુસાફરો ફંગોળાયા,  4 મુસાફરોને ઇજા.

ડેડીયાપાડા તાલુકાના કોકમ ગામની સીમમાં ચુલીયા હનુમાનજી મંદિર નજીક વળાંક રોડ ઉપર બોલેરો પીકપ ઢોરને બચાવવા જતાં ઝાળ સાથે અથડાતા અકસ્માતમાં જીપમાં બેઠેલા મુસાફરો ફંગોળાતા,  4 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે દેડીયાપાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીયો  છે.

જેમાં ફરિયાદી વિશ્વાસ ભાઈ વાણીયાભાઈ પાડવી (રહે,  દેવમોગરા આમલી પુર્ન વસાહત તા.અકલકુવા જી. નંદુબાર મહારાષ્ટ્ર ) આરોપી બોલેરો  પીકઅપ  જીપ નંબર એમએચ  39 ડબ્લ્યુ 0168 નો ચાલક રાજેશભાઇ ગનિયાભાઈ પાડવી (રહે, દેવમોગરા આમલી પુર્ન વસાહત તા. અકલકૂવા જી.નંદુબાર મહારાષ્ટ્ર ) સામે ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદની વિગત મુજબ આ કામના જીપ નંબર.એમએચ  38 ડબ્લ્યુ 0168 ના ચાલક રાજેશભાઈ પોતાની પીકપ બોલેરો જીપ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી રોડ ઉપર ઢોરને બચાવવા જતાં ઝાડ સાથે અથાડી દઈ જીપમાં બેસેલ શહીદોને તથા પોતાને નાની મોટી ઇજા થઇ હતી, જેમાં રમણીયભાઈ રૂપાભાઈ પાડવી ને ખભાના પાછળના ભાગે ફેક્ચર થતા તમામને આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!