૨૪ કલાકમાં વધુ પાંચ કેસ પોઝિટિવ, અમદાવાદમાં સૌથી વધુ ૧૪

Spread the love
  • રાજ્યમાં કોરોનાનો વધતો ભયઃ કુલ ૩૮ કેસ,૨૦,૦૦૦ થી વધુ ક્વોરન્ટાઈન
  • ૧૫ હજાર વિદેશી સહિત ૧ કરોડથી વધુ લોકોનો સર્વે કર્યો, ૫૦માં શંકાસ્પદ લક્ષણો
  • અમદાવાદમાં ૧૨૦૦, સુરતમાં ૫૦૦ અને વડોદરા-રાજકોટમાં ૨૫૦ બેડની હોસ્પિટલ ઊભી કરાશે
  • ક્વોરેન્ટાઈનો ભંગ કરનારા ૧૪૭ લોકો સામે એફઆઈઆર દાખલ

ગાંધીનગર,

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે. કોરોનાની Âસ્થતિ મુદ્દે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૩૮ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જેમાં ત્રણ સ્થાનિક દર્દીઓ છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં કુલ ૧૪ પોઝિટિવ કેસ અત્યારસુધીમાં નોંધાયા છે. સુરત અને વડોદરામાં ૭-૭, ગાંધીનગરમાં છ અને રાજકોટમાં ૩ તથા કચ્છમાં ૧ પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે ૧૫ હજાર ૪૬૮ વિદેશી સહિત ૧ કરોડથી વધુ લોકોનો સર્વે કર્યો છે, જેમાંથી ૫૦માં શંકાસ્પદ લક્ષણો જાવા મળતા સારવાર માટે મોકલાયા.
સાબરકાંઠાના ઇડડરના વેરાવળ ગામમાં મુંબઇથી આવેલા પરિવારે સરકારના નિયમોનો ભંગ કર્યો હતો. સરકારના ધારાધોરણ મુજબ આઇસોલેટેડ ન થતાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇડર પોલીસે ૧૪ વ્યÂક્તઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવના પાંચ કેસ સામે આવ્યા છે. રાજકોટમાં બે કેસ થયા છે જેમાં ૩૬ વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે જે દુબઈથી પરત ફર્યો હતો જ્યારે ૭૫ વર્ષના એક શખ્સને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં વૃદ્ધને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હોવાનું જણાયું છે. અમદાવાદમાં ૩૧ વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે જે તાજેતરમાં દુબઈ ગઈ હોવાનું ખુલ્યું છે.
આરોગ્ય સચિવે જણાવ્યું કે, કોરોટાઈનનો ભંગ થયો છે તેવા ૧૪૭ વ્યÂક્તઓ સામે ફરિયાદ કરાઇ છે. ગુજરાતમાં ૧ કરોડ ૭ લાખનો સરવે પૂરો કરવામાં આવ્યો છે. કેટલાક લોકોનું ટેલિફોનિક સર્વે પણ કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર ૧૦૪માં ૧૫૦૦૦થી વધુ કોલ દરરોજ મળે છે.
તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ૧૨૦૦ બેડ, સુરતમાં ૫૦૦ બેડ અને વડોદરા-રાજકોટમાં ૨૫૦ બેડની હોÂસ્પટલ ઊભી કરવામાં આવશે.
આગળ વાત કરી કે, ૪૩૦ લોકો સરકારી ક્વોરોન્ટાઈન, ૩૮ લોકો પ્રાઈવેટ ક્વોરોન્ટાઈનમાં તેમજ ૨૦૨૨૦ લોકો હોમ ક્વોરોન્ટાઈનમાં છે. ૧૪૭ લોકો સામે ક્વોરોન્ટાઈન ભંગની ફરિયાદ પણ દાખલ થઈ છે. એક કરોડ ૭ લાખ ૬૨ હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. ૧૫૪૬૮ વિદેશથી આવેલા લોકોની વિગત સામે આવી ચૂકી છે.
જયંતિ રવિએ કÌšં હતું કે, મુખ્યમંત્રી રાહત ફંડમાં કોરોના માટે એક ફંડ જાહેર કર્યું છે. તેમાં અનેક લોકોએ ફંડ આપવાની પણ તૈયારી દર્શાવી છે. ઉદાર હાથે લોકો સહાય કરે એવી મારી અપીલ છે. કોરોનાના સંક્રમણની ચેન તોડવા ૨૧ દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યનો પુરો સાથ સહકાર છે. સર્વેલન્સ અને ટ્રેકિંગની કામગીરી કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે.
રાજ્યના મોટાભાગના મંદિરો પણ બંધ હોવાથી ભક્તો નવરાત્રીના સમયે પૂજા-આરતીમાં સામલ પણ નહીં થઈ શકે. ઘરે બેઠા જ માતાજીની આરતી કરવી પડશે. આ દિવસોમાં સોના-ચાંદીની ખરીદીમાં પણ વધારો થતો હોય છે. જાકે એ પણ બંધ હોવાથી વેપારીઓ હતાશ છે. બીજી તરફ ૧૫ એપ્રિલથી લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે. પરંતુ આ દિવસોમાં જે પણ પરિવારે કોઇના લગ્ન લીધા હશે તેઓને ઘણી મુશ્કેલી પડી શકે છે. કારણ કે, લગ્ન માટેની ખરીદી પણ કરવી શક્્ય થાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!