અરવલ્લીવાસીઓ આનંદો : સિવિલનું સપનું સાકાર થશે, નવિન જગ્યાની ફાળવણી કરાઇ

Spread the love

સમગ્ર દેશ અને  રાજયામાં કોરોનાની મહામારીને કારણે આધુનિક સારવાર માટે હોસ્પિટલ આશીર્વાદ સમાન નિવડી છે, પરંતુ અરવલ્લી જિલ્લાને અસિતત્વમાં  આવ્યા બાદ પોતાની હોસ્પિટલ ન હતી પરંતુ અરવલ્લીવાસીઓનું  સપનું ટુંક સમયમાં જ સાકાર થનાર છે. જિલ્લાવાસીઓની ઘણા લાંબા સમયથી સિવિલ હોસ્પિટલની માંગ હતી. કારણ કે  જિલ્લાના આદિજાતી ધરાવતી  ભિલોડા અને મેધરજના ગરીબ લોકોને ખાનગી હોસ્પિટલનીમાં મોંઘી સારવાર પરવડે તેમ ન હતી જો સિવિલ હોસ્પિટલનું નિર્માણ થાય તો જરૂીયાત મંદ લોકોને વિના મૂલ્યે સારવાર થઇ શકે.

જેને લઇ જિલ્લાના મોડાસાના પાલપુર ગામે સિવિલ બનાવવા માટે  જમીનની ફાળવવામાં આવી છે આ અંગે વાત કરતા જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગબાદકરે જણાવ્યું હતુ કે  મોડાસાના પાલનપુર ગામે ત્રણ હેકટરથી વધુ જમીન ફાળવવામાં આવી છે જે જમીનની માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે જમીનના કબ્જાની સોંપણી પણ આરોગ્ય વિભાગને સુપરત કરવામાં આવ્યો છે. જેની બાંધકામ અંગે ટૂંક સમયમાં ટેન્ડરીંગ પ્રકિયા હાથ ધરવામાં આવશે જેનાથી અરવલ્લી વાસીઓને ટૂંક સમયમાં જ  આરોગ્ય સુખાકારીમાં વધારો થશે.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!