નેત્રંગમાં કાપડ વેપારીના દંપતીને બે ગઠીયાઓ ભોળવીને ચાર સોનાની બંગડી લઈને ફરાર

Spread the love
  • સુરતમાં સોના-ચાંદીનો ધંધો કરે છે અને પોતે દાન માંગતો હોવાની લોભામણી વાતો કરીને દંપતિને ઠગી ગયા
  • નેત્રંગમાં કાપડ વેપારીના દંપતીને બે ગઠીયાઓ ભોળવીને ચાર સોનાની બંગડી લઈને ફરાર થઇ જતા ચકચાર

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ ટાઉનના જવાહર બજાર વિસ્તારમાં કાપડના વેપારીની દુકાને બપોરના સમયે બે શખ્સો આવીને જણાવ્યું હતુ કે,સુરતમાં સોના-ચાંદીનો ઘંધો છે,આ વિસ્તારમાં આવી માલે દાન કરવાનું હોય જેને લઇને આપ શેઠ મને રૂપિયા ૧૧૦૦ની સાફી આપો જેથી દુકાનદારે ૫૫ નંગ સાફી એટલે કે લાલ રૂમાલ આપ્યા, વેપારીને તેણે જણાવ્યું કે આ સાફી છે, જો તમને યોગ્ય લાગે તેવા વ્યક્તિઓને દાન કરી દેજો.

આ સમયે વેપારીના પત્ની દુકાનમાં હાજર હતા,વેપારીને આપેલા ૧૧૦૦ રૂપિયામાંથી ૧૦૦ રૂપિયાની નોટ પાછી લઇને વેપારીની પત્ની જણાવ્યું કે,આ નોટ પય તમારા હાથમાંથી ચારે બંગડીઓ કાઢીને મુકી દો,એમ કહેતા જ વેપારીના પત્ની બંગડી કાઢીને સોની નોટ પર બંગડીઓ મુકી દીધી હતી, જે દરમિયાન અન્ય એક વ્યક્તિ દુકાન પર આવીને સાડીઓનો ભાવ પુછવા લાગતા વેપારી તેમજ તેઓની પત્નીની નજર સાડી માંગનાર ગ્રાહક તરફ જતાં જ સોની નોટ પર મુકેલી બંગડીઓ ગાઠીયાએ સેરવી લઇને તુરંત જણાવ્યું કે, આ કોથળીમાં તમારી બંગડીઓ મુકી છે, તે તમે લઇ લેજો અને તરણ સાફી ખરીદનાર તેમજ સાડીનો ભાવ કરનાર બંને જણા પલકવારમાં હેલ્મેટ પહેરીને મોટરસાઈકલ લઇને ફરાર થઇ ગયા હતા.

જેથી કપડાના વેપારી કરતાં દંપતિને શક જતાં પ્લાસ્ટીકની કોથળીમાં તપાસ કરતાં ૨૪ નંગ કાચની લાલ બંગડીઓ,બે પાસલેજી બિસ્ટીકના પેકેટ અને અન્ય વસ્તું નીકળી હતી,ચાસ સોનાની બંગડી દોઢથી બે લાખ રૂપિયાની હોવાનું અનુમાન છે,તેવા સંજોગોમાં કપડાના વેપારી કરતી દંપતિના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી.

ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી (નેત્રંગ)

Admin

Admin

9909969099
Right Click Disabled!